![]() |
North Pole (નોર્થ પોલ) Novels Free PDF Download |
North Pole (નોર્થ પોલ) Novels Free PDF Download
How to Download North Pole (નોર્થ પોલ) Novels PDF?
Download North Pole (નોર્થ પોલ) Novels
North Pole (નોર્થ પોલ) Novels Free Download in PDF Format
Click to download Novel PDF
About North Pole (નોર્થ પોલ) Novels
પુસ્તકનો પરિચય : (પ્રકાશક તરફથી સાભાર) ગોપાલ પટેલ. એક સીધોસાદો, ભોળો, ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલો એન્જીનિયર યુવાન. તેને પોતાનું ગમતું કામ ખબર નથી, અને જે કામ કરે છે એ ગમતું નથી. તેની અંદર માત્ર સ્પાર્ક નથી, આગ છે આગ ! એક અતિ-સામાન્ય એન્જીનીયર યુવાન જ્યારે દુનિયા સામે જંગ છેડે ત્યારે? જ્યારે તેને દરેક વસ્તુ-વ્યક્તિ સાથે નફરત થાય ત્યારે? તે શું કરશે એ આ વાર્તા વાચીને જ ખબર પડશે. આ પુસ્તક નથી. ક્રાંતિ છે. વિચારોની અફડાતફડી વચ્ચે, જીંદગીની હાડમારી વચ્ચે, સામાન્ય જીવનના લેખાજોખામાંથી ઉભી થયેલી શાંત બળવાખોરી. એક યુવાનની આત્મખોજથી ગાથા. એક એવી વાર્તા છે જે કદાચ આપણી બધાની છે. એક એવું પાત્ર જે આપણે બધા જ છીએ. આપણા પર જ બન્યું છે, પરંતુ એ ચુપ નથી, મૂંગું નથી, અને સવાલો પૂછ્યા જ કરે છે. જવાબો મળતા રહે છે. જ્યારે અંદર કશુંક ખળભળે છે ત્યારે બહારનું બ્રહ્મ નાચ કરે છે. જ્યારે અંદરથી આગ નીકળે છે ત્યારે માણસ શું-શું કરે છે, શું કરવું જોઈએ, અને શું થાય છે એ બધું જ આ વાર્તા જીવાડે છે. આ નાનકડી વાર્તા આપણને શીખવે છે કે દુનિયાને કેવા સવાલો પૂછવા. પોતાનું ગમતું કામ ક્યારે ખબર પડે, અને કઈ રીતે ખબર પડે. કદાચ પોતાનું ગમતું કામ ખબર ન હોય તો પણ જીંદગી કેમ જીવવી? કેવો મિજાજ અને રોમાંચ હોવો જોઈએ આ નાનકડી જીંદગીને જીવવામાં? ગોપાલ પટેલની આ અદ્ભુત સફર વાચવી જ રહી. વર્ષ ૨૦૧૭માં ઈ-બૂક તરીકે પ્રકાશિત થઈને હજારો વાચકો અને યુવા ગુજરાતીઓના દિલમાં ‘નોર્થપોલ’ બનાવી ગયેલું આ પુસ્તક પોતાના ભૂતકાળમાં એક ક્રાંતિ કરી ચુક્યું છે જે લેખકે પ્રસ્તાવનામાં પણ કહી છે. આપના દોસ્તો-પરિવારજનોને ખાસ ભેંટ આપી શકાય એવું પુસ્તક. લેખક જીતેશ દોંગા વિશે : (પ્રકાશક તરફથી સાભાર) જીતેશ દોંગા (પિતા: કાળુભાઈ દોંગા. માતા: હંસાબેન દોંગા) નો જન્મ ૨૩ ઓગસ્ટ, ૧૯૯૧ના રોજ અમરેલી (ગુજરાત)ના નાનકડા ગામ સરંભડામાં ખેડૂત પરિવારમાં થયો. પોતાનું પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી સ્કૂલમાં પૂરું કર્યું. દસ ધોરણ પછી રાજકોટમાં સાયન્સ કર્યું, અને ચાંગા (આણંદ)થી પોતાનું ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ પૂરું કર્યું. એન્જિનિયરિંગમાં જ તેમણે પોતાની પહેલી નવલકથા વિશ્વમાનવ લખવાની શરુ કરેલી. જે અઢી વર્ષ સુધી લખાતી રહી. એન્જિનિયરિંગ પૂર્ણ કરીને નોકરી સાથે રોજ રાત્રે તેણે વિશ્વમાનવ લખવાનું ચાલુ રાખ્યું. વર્ષ ૨૦૧૪માં ૨૩ વર્ષની ઉંમરે તેમની પહેલી નવલકથા વિશ્વમાનવ પ્રકાશિત થઇ. વિશ્વમાનવ થોડા જ સમયમાં લોકચાહના પામ્યા બાદ ૨૦૧૭માં બીજી નવલકથા નોર્થપોલ પ્રકાશિત થઇ, જે ગુજરાતી સાહિત્યમાં નવો જ વમળ પેદા કરવામાં સફળ રહી. ખાસ કરીને યુવાન ગુજરાતી વાચકોને ગુજરાતી નવલકથાઓ વાચતા કરવામાં સફળ રહી. વાચન, લેખન, ખેતી, એકલા પ્રવાસ, સિનેમા, અને મ્યુઝીક જીતેશનું જીવન છે. તે હંમેશા વાર્તાઓ લખીને જ જીવવા માગે છે.
Details
- Title: North Pole
- Author: Jitesh Donga
- Publication Year: 2017
- ISBN: 9789385171765
- Pages: 0
- Binding: Paperback
- Language: Gujarati
0 Comments:
Post a Comment